નમસ્તે મિત્રો,
આજે આપણે આ પોસ્ટમાં National Education Policy 2020 in Gujarati શું છે? નવી શિક્ષણ નીતિ 2020 ની પેટર્ન શું છે? નવી શિક્ષણ નીતિ ની પેટર્ન જૂની પેટર્ન કરતા કઈ રીતે જુદી પડે છે? ધોરણ 1 થી લઈને ધોરણ-૧૨ સુધી તેમજ કોલેજ શિક્ષણના માળખા શું સુધારા કરવામાં આવશે. આ નવી શિક્ષણ નીતિમાં શિક્ષકો માટે શું જોગવાઈઓ છે તેમજ બીજા અન્ય કેટલાંક પાસાઓ વિશે જાણકારી મેળવીશું.
Table Of Contents
નવી શિક્ષણનીતિની પૂર્વભૂમિકા :
ભારતે આઝાદી પછી 3 શિક્ષણનીતિઓ લાગુ પાડી છે
સૌપ્રથમ 1968માં શિક્ષણનીતિ લાગુ પાડવામાં આવી હતી
બીજી શિક્ષણનીતિ 1986માં લાગુ પાડવામાં આવી હતી, જેમાં ફરી 1992માં સુધારો કરવામાં આવ્યો હતો.
'ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન' ના ભુતપૂર્વ ચેરમેન કે.કસ્તુરીરંગન ની અધ્યક્ષતામાં એક સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું.
આ સમિતિએ નવી શિક્ષણનીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો, જેને સરકારને સોપવામાં આવ્યો.
સરકારે દેશના લોકો પાસેથી નવી શિક્ષણનીતિ માટે સૂચનો માંગ્યા.
ઘણી ચર્ચા - વિચારણાને અંતે નવી શિક્ષણનીતિ તૈયાર થઈ.
આ નવી શિક્ષણનીતિમાં MHRD - Misinistry Of Human Resources Development નું નામ બદલીને Minisrty Of Education કરવામાં આવ્યું છે.
આ નવી શિક્ષણનીતિને 2022 સુધીમાં લાગુ પાડવામાં આવશે.
સરકારે દેશના લોકો પાસેથી નવી શિક્ષણનીતિ માટે સૂચનો માંગ્યા.
ઘણી ચર્ચા - વિચારણાને અંતે નવી શિક્ષણનીતિ તૈયાર થઈ.
આ નવી શિક્ષણનીતિમાં MHRD - Misinistry Of Human Resources Development નું નામ બદલીને Minisrty Of Education કરવામાં આવ્યું છે.
આ નવી શિક્ષણનીતિને 2022 સુધીમાં લાગુ પાડવામાં આવશે.
આજ સુધીની શિક્ષણનીતિની પેટર્ન : 10+2
નવી શિક્ષણનીતિની પેટર્ન : 5+3+3+4
પ્રથમ 5 વર્ષ : બાલમંદિરના 3 વર્ષ + ધોરણ 1 અને 2
બીજા 3 વર્ષ : ધોરણ 3 થી 5
ત્રીજા 3 વર્ષ : ધોરણ 6 થી 8
ચોથા 4 વર્ષ : ધોરણ 9 થી 12
પ્રથમ 5 : બાલમંદિરના 3 વર્ષ + ધોરણ 1 થી 2
બાળકનો 85% માનસિક વિકાસ 6 વર્ષ સુધીમાં થઈ જાય છે. આ બાબતને ધ્યાનમાં લઈને નવી શિક્ષણનીતિમાં શરૂઆતના 5 વર્ષ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.આ માટે આંગણવાડી કેન્દ્રમાં તાલીમબદ્ધ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે
હાલના કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.
જેમાં ધોરણ 12 સુધી ભણેલ કર્મચારીને 6 મહિનાના કોર્સની તાલીમ આપવામાં આવશે.
ઓછું ભણેલ કર્મચારીઓને 1 વર્ષનો ડિપ્લોમા કોર્સની તાલીમ આપવામા આવશે.
આ તાલીમી કોર્સમાં બાળકોને કેવી રીતે શીખવવું એ શીખવવામાં આવશે.
આ સમગ્ર વ્યવસ્થા ECCE - Early Chilhood Care And Education અંતર્ગત થશે.
આ 5 વર્ષના તબક્કામાં વિધાર્થીની કોઈ પરીક્ષા લેવામાં આવશે નહિ ફક્ત એને શિક્ષણમાં રુચિ પ્રદાન કરવામાં આવશે.
જૂની શિક્ષણનીતિ પ્રમાણે બાળક 6 વર્ષનું થાય ત્યારે શિક્ષણ મંત્રાલય તેને શિક્ષણ પ્રદાન કરવાનું કામ કરતું હવે બાળક 3 વર્ષનું થશે ત્યાંથી જ બાળકને શિક્ષણ પ્રદાન કરવામાં આવશે.
બીજા 3 વર્ષ : ધોરણ 3 થી 5
ત્રીજા ધોરણ સુધીનું બાળક પાયાનું શિક્ષણ અને સંખ્યાજ્ઞાન મેળવે એ અપેક્ષિત છે.આ માટે શિક્ષકોની તમામ જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે.
જ્યાં વિધાર્થીઓની સંખ્યા વધુ હોય અને સાક્ષરતા ઓછી હોય ત્યાં સ્થાનિક ભાષાથી પરિચિત હોય તેવા શિક્ષકની ભરતી કરાવામાં આવશે.
ધોરણ 5 સુધીના બાળકનો અભ્યાસ માતૃભાષામાં કે રાષ્ટ્રભાષામાં કરવામાં આવશે,
અંગ્રેજી ભાષા ફરજિયાત નથી.
શરૂઆતના તબક્કામાં માતૃભાષામાં વધુ ધ્યાન આપવામાં આવશે.
આ તબકકાથી વિધાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.
ત્રીજા 3 વર્ષ : ધોરણ 6 થી 8
ધોરણ 6 થી 8 માં વિદ્યાર્થીના રસના ક્ષેત્રમાં સમજ માટે તક આપવામાં આવશે.આ તબક્કામાં વિધાર્થીઓને Computer Coding નું જ્ઞાન આપવામાં આવશે.
આ તબક્કામાં બાળકને તેના રસના ક્ષેત્રમાં Vocational Course કરવામાં આવશે અથવા તો તેમના પસંદીદા ક્ષેત્રમાં 10 દિવસની Internship Programme નું આયોજન કરવામાં આવશે. જેમકે કોઈ વિદ્યાર્થિનીને સિલાઈ કામમાં રસ છે તો તેને સિલાઈ કામ ની Training આપવામાં આવશે.
આ તબક્કામાં શાળા શિક્ષણમાં વિજ્ઞાન, ગણિત ની સાથે ભારતીય ભાષાનું જ્ઞાન આપવામાં આવશે.
ચોથું 4 વર્ષ : ધોરણ 9 થી 12
ધોરણ 9 થી 12 ની પરીક્ષાઓ સેમેસ્ટર સિસ્ટમથી લેવામાં આવશે.એક વર્ષમાં 2 સેમેસ્ટર હશે.
ધોરણ 10 અને ધોરણ 12 માં બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે.
SC/ST/OBC અને EWC વિદ્યાર્થીઓ માટે નેશનલ સ્કોલરશીપનો વ્યાપ વધારવામાં આવશે.
આ તબક્કામાં વિધાર્થીને તેને મનપસંદ કોઈ એક Foreign Language શીખવવામાં આવશે.
ધોરણ 11 થી શરૂ થતી Stream System જેમકે Science, Commerce, Arts Stream ને નાબૂદ કરી Multiple Subject Choice લાગુ પાડવામાં આવશે. હવે વિધાર્થી તેને જે વિષયમાં રસ છે એ વિષય સાથે અભ્યાસ કરી શકે છે. જેમકે કોઈ વિધાર્થીને વિજ્ઞાન વિષયની સાથે ઇતિહાસમાં રસ છે તો એ ઇતિહાસ વિષય રાખી શકે છે.
આ તબક્કામાં આપવામાં આવતા શિક્ષણમાં ગોખણપટ્ટી ને દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવશે અને Critical Thinking ને પ્રાધાન્ય આપવામાં આવશે.
કોલેજનું શિક્ષણ :
કોલેજના Graduation શિક્ષણ 3 અને 4 વર્ષમાં વિભાજિત કરવામાં આવશે.અત્યાર સુધી એવું ગણાતું કે જો કોઇ કોલેજનો વિધાર્થી કોલેજના સમયગાળામાં અધવચ્ચે ભણવાનું છોડી દે તો એને કોઈ સર્ટિફિકેટ આપવામા આવતું નહતું અને Graduation અધૂરું ગણાતું પણ હવે આમાં સુધારો થયો છે.
જો કોઈ વિધાર્થી કોલેજમાં 1 વર્ષ અભ્યાસ કરીને છોડી દેતો તેને 1 વર્ષનું સર્ટિફિકેટ આપવમાં આવશે.
જો કોઈ વિદ્યાર્થી કોલેજમાં 2 વર્ષ અભ્યાસ કરીને છોડી દે તો તેને 2 વર્ષનું ડિપ્લોમા કૉર્સનું સર્ટિફિકેટ આપવામાં આવશે.
જો વિધાર્થી કોલેજમાં 3 વર્ષનો પૂર્ણ અભ્યાસ કરેતો એને ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવશે.
4 વર્ષના અભ્યાસ માટે વિધાર્થીને રિસર્ચ સર્ટિફિકેટ આપવામાં આવશે.
ધોરણ 12 પછી વિધાર્થીને ધોરણ 12 ના આધારે કોલેજમાં એડમિશન મળે નહીં તો એને CAT - Comman Aptitude Test ની પરીક્ષા આપીને એડમિશન લઇ શકે છે જેમાં મેરિટમાં ધોરણ 12 ના 50% અને CAT પરીક્ષાના 50%ના આધારે મેરીટ ગણવામાં આવશે.
Post Graduation 1 / 2 વર્ષમાં વિભાજીત કરવામાં આવશે, જે વિધાર્થી એ Graduation 3 વર્ષનું કર્યું હશે તેને Post Graduation 2 વર્ષનું કરવું પડશે.
B.Ed નો કોર્સ 4 વર્ષનો કરવામાં આવશે જે ધોરણ 12 પછી કરી શકાશે.
શિક્ષકો માટેની જોગવાઈઓ
શિક્ષકોની ભરતી માટે TET - TAT પરીક્ષા + ઇન્ટરવ્યુ અથવા ડેમો પાઠ.
શિક્ષકોને શાળા સિવાયની કામગીરી આપવામાં આવશે નહિ.શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા વધારવા માટે તેમને ઓનલાઈન માર્ગદર્શન આપવામાં આવશે.
સારું કામ કરનાર શિક્ષકોને પ્રમોશન અને પગારવધારો આપવામાં આવશે.
અન્ય પાસાંઓ :
શૈક્ષણિક બજેટમાં વધારો કરવામાં આવશે.
Private Schools કે Private Colleges ની ફી Fix કરી દેવામાં આવશે.
નવી શિક્ષણનીતિ અનુસાર Result માટે Marksheet ઊપરાંત અન્ય પાસાંઓ ધ્યાનમાં લેવામાં આવશે.
Foreign University ને ભારતમાં પ્રાધાન્ય આપવામાં આવશે.
Courtesy :
New Education Policy Official Draft
સમાપન :
આ પોસ્ટમાં આપણે National Education Policy 2020 in Gujarati વિશે સવિસ્તાર જાણ્યું. છતાં પણ તમને આ વિશે કોઈ પ્રશ્ન હોયતો નીચે Comment કરી શકો છો :)
Nice
ReplyDeleteશું નવી શિક્ષણનીતી અનુસાર જે પ્રાઇવેટ નર્સરી LKG HKG ચાલે છે....એના બદલે ફરજિયાત એ શિક્ષણ શાળામાંથી જ લેવું પડશે.....???
ReplyDeleteમતલબ કે પ્રાઇવેટ નર્સરી છે એને શું તાળા લાગી જશે???
Post a Comment