હેલ્લો દોસ્તો,
હમણાં કેટલાક સમય થી Twitter, Facebook, Whatsapp જેવા Social Platforms ને Ban કરવાનો Trend ચાલી રહ્યો છે તે પૂરો મામલો શું છે તેની આ Article માં હું તમને સંપૂર્ણ જાણકારી આપવાનો છું.

Twitter ban gujarati



છેલ્લા કેટલાંક સમયથી ભારતમાં જે દંગા ફસાદ થયા એમાં સરકારનું અને ભારતીય કાનૂનનું એવું માનવું છે કે તેમાં કેટલાંક અંશે Social Media એ પણ ભાગ ભજવ્યો છે.

Government ની Cyber Committee દ્વારા નોંધાયું કે કિસાન આંદોલન વખતે Twitter અને Facebook જેવા Social Platform પર 1000+ એવાં Spam Account બન્યાં કે જેમણે આ આંદોલનમાં લોકોને ભડકાવ્યા અને દેશનો માહોલને ખરાબ બનાવ્યો.

બસ આવી સ્થિતિ દેશમાં ના ઉભી થાય તે માટે ભારતીય IT Ministry એ એક કાનૂન બનાવ્યો કે જેને Information Technology Rules 2021 - Guidelines for Intermediaries and Digital Media Ethics Code નામ આપ્યું અને આ કાનૂનનું પાલન કરવા Social Platforms ને કહેવામાં આવ્યું.

Information Technology Rules 2021 શું છે?


Information Technology Rules છેલ્લે 2011 માં Update કરવામાં આવ્યા હતા. હવે હાલની સ્થિતિને લઈને તેમાં જે બદલાવ કરવાના છે જેને Information Technology Rules 2021 નામ આપવામાં આવ્યું છે.

Information Technology Rules 2021 ના કાનૂનને ભારતીય IT Ministry ના Minister Ravi Shankar Prasad દ્વારા 25 ફેબ્રુઆરી, 2021 ના દિવસે જાહેર કરવામાં આવ્યો હતો.

Information Technology Rules 2021 માં જણાવેલા બધા નિયમો Social Platform જેમકે Twitter, Facebook, Whatsapp વગેરે તેમજ OTT Platform જેમકે Amazon Prime India, Netflix, Hotstar વગેરેને પાલન કરવાના રહેશે.

આ માટે તેમને 3 મહિનાનો સમય પણ આપવામાં આવ્યો હતો.

Information Technology Rules 2021 ક્યાં છે?


ITR 2021 માં એવો ઉલ્લેખ કરાયો છે કે જો સરકાર અને ભારતીય કાનૂની વિભાગ દ્વારા જો કોઈ Social Media પર ગેરકાયદેસરનું Content જોવા મળશે અને જો તેને ભારતીય કાનૂન મુજબ ગેરકાયદેસર ઠેરવવામાં આવશે તો જે તે Social Platform ને તે Content દૂર કરવું પડશે.

1.Tracking First Originator :


Tracking First Originator એટલે કે કોઈ Social Media Platform પર કોઈ Fake Message Viral થયો હોય તો એ Fake Message ને સૌથી પહેલા કોણે Forward કર્યો તેની માહિતી Social Platform વાળાઓને સરકારને આપવી પડશે.

દાખલા તરીકે WhatsApp પર ઘણા એવા Fake Messages Viral થતા હોય છે જેના કારણે હિંસક આંદોલનો થતા હોય છે.

બસ આવા કેસમાં આ નવા Rules પ્રમાણે Whatsapp Platform ને આ મેસેજ સૌથી પહેલા કોણે Forward કર્યો તેની સંપૂર્ણ માહિતી આપવી પડશે. જેને ITR 2021 પ્રમાણે Tracking First Originator કહેવામાં આવે છે.

2. Officers


એવાં Social Media Platform કે OTT Platform કે જેમની Reach વધારે છે એટલે કે તેમની પાસે વધારે Users છે તો તેમને ભારત સરકાર 3 એવાં Officers Appointment કરવાનું કહે છે કે જેમની Citizenship India હોય.

આ 3 Officer ની નિયુક્તિ આ પ્રમાણે કરવી પડશે.

i) Chief Compliance Officer :

આ Officer ITR 2021 ના નીતિ નિયમોનું પાલન થાય છે કે નહીં તેની દેખરેખ રાખશે.

ii) Nodal Person of Contact for 24×7 Coordination :

જો Chief Compliance Officer ને જે તે Platform પર ITR 2021 ના નિયમોનું પાલન ના થતું હોય તો તેની જાણ Nodal Person ને કરશે.

અહીં Nodal Person ને 24×7 કલાક સેવામાં રહેવું પડશે.

iii) Resident Grievance Officer :


આ Officer જે Chief Compliance Officer અને Nodal Person પર દેખરેખ રાખશે.

આ સિવાય પણ OTT અને Digital Cinema ને 'Code of Ethics and Procedure and Safeguards in Relation to Digital/Online Media' નું Suggestion કરવામાં આવ્યું હતું. Twitter, Facebook Ban ને આ બાબતે કંઈ લેવા દેવા નથી.

શા માટે Twitter, Facebook અને Whatsapp જેવા Social Platform આ ITR 2021 નું પાલન કરવા માંગતા નથી.


Social Platforms કે જે Users ને end to end encryption Service Provide કરે છે. જો ITR 2021 લાગુ પાડવામાં આવે તો Social Platforms ને આ End to End Encryption ને દૂર કરવું પડે જે શક્ય નથી.

End To End Encryption શું છે?


જયારે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને મેસેજ કે કોલ કરે ત્યારે તેમના Chat Box માં સૌથી ઉપરના ભાગે નીચે પ્રમાણે નોંધ લખેલી હોય છે.

જેનો મતલબ થાય છે કે તમારી તે સામેની વ્યક્તિ સાથે કરાયેલી વાત કે કરેલો કોલ End To End Encrypted છે એટલે કે તમારી કરાયેલી વાત કે કરેલો કોલ સુરક્ષિત છે તેના પર અન્ય કોઈ વ્યક્તિ કે ખુદ Whatsapp પણ નજર રાખી શકતું નથી.

જો આ End To End Encryption ને દૂર કરવામાં આવે તો સરકારને તો આનો સીધો ફાયદો થાય છે કે તે User પર સીધી નજર રાખી શકે છે પણ અહીં લોકોની Privacy નો સવાલ ઉભો થાય છે. જો સરકાર દ્વારા આ Data Secured રાખવામાં ચૂક થાય તો Hackers આવા Data ને ચોરી કરી તેનો દુરુપયોગ કરી શકે છે.

અને આજ કારણથી Social Media PlatformITR 2021 Rules નું પાલન કરવા માંગતા નથી.

આ સિવાય પણ કેટલાક Social Platforms એ આ માટે 3 મહિના કરતા વધુ સમય માંગ્યો છે કે તેમને આ ITR 2021 લાગુ પાડવા કે નહીં.


જો Social Platforms ITR 2021 નું પાલન નહિ કરે તો શું થશે.


Social Platforms ને ITR 2021 નું પાલન કરવા માટેની છેલ્લી તારીખ 25 May 2021 છે જો Social Platforms આ તારીખ સુધી ITR 2021 નું પાલન નહીં કરે તો Indian Judiciary System નીચે મુજબના પગલાં લેશે.

i) જેતે Social Platforms કે જેને ITR 2021 નું પાલન નથી કર્યું તેમને Ban કરવામાં આવશે.

ii) Indian Judiciary System મુજબના Information Technology Rules ના Section 79 મુજબ Social Platforms ને મળતું Protection દૂર કરવામાં આવશે.

Section 79 - Information Technology Rules ની Section 79 એ Social Platforms ને Protection આપે છે એટલે કે જો કોઈ વ્યક્તિ Social Platforms ના માધ્યમથી કોઈ ગેરકાયદેસર કામ કરે છે તો આ Section 79 ના Protection મુજબ તે વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ જો આ Section 79 Protection ને Social Platforms પરથી હટાવવામાં આવે તો કોઈ વ્યક્તિ Social Platforms ના માધ્યમથી કોઈ ગેરકાયદેસર કામ કરે છે તો તેના માટે તે વ્યક્તિને દોષી માનવાની જગ્યાએ જે તે Social Platforms કે જેના માધ્યમથી વ્યક્તિ એ ગેરકાયદેસર કામ કર્યું છે તે Social Platform પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

તો અહીં સમજી શકાય છે કે અહીં Social Platforms પર આ બાબતે મુશ્કેલી રહેશે.

ક્યાં Social Platforms એ ITR 2021 નું પાલન કર્યું :


થોડા સમય પહેલા India એ Twitter જેવું પોતાનું Local Social Platform Koo રિલીઝ કર્યું હતું.

બસ હાલ સુધી આ જ એક Social Platform દ્વારા ITR 2021 ના નીતિનિયમોનું પાલન કરવામાં આવ્યું છે.

સમાપન : 

આ Article માં મેં તમને Twitter, Facebook જેવા Social Platforms ને બેન કરવાની જે માંગ થઈ રહી છે તેની વિગતે માહિતી આપી છે. તમને આ જાણકારી કેવી લાગી તેમજ તમે જો આ બાબતે તમારો કોઈ મત આપવા માંગતા હોવ તો નીચે Comment કરવી અને તમને આ Article પસંદ આવ્યું હોય તો જરૂરથી Share કરવું :)

6 Comments

Post a Comment

Previous Post Next Post